ચાની હોટલ ધરાવતા યુવકના હાથ માંથી મોબાઈલ અને બાઇકની ચાવી 3 અજાણ્યા સખ્શો દ્વારા ઝૂંટવી લેવાતા ફરિયાદ કરાઇ


અંજાર-ભચાઉમાં હાઈવે રોડ પર ચાની હોટલ ધરાવતા યુવકના હાથ માંથી મોબાઈલ અને બાઇકની ચાવી 3 અજાણ્યા સખ્શો દ્વારા ઝૂંટવી લેવાતા ફરિયાદ દર્જ કરવવામાં આવી હતી.ઘટના અંગે ભચાઉ પોલીસ મથકેથી ભચાઉ તાલુકાના વોંધની મહારાષ્ટ્ર કોલોનીમાં રહેતા 24 વર્ષીય ગની ઈબ્રાહીમભાઈ કુંભારે નોંધાવેલી ફરિયાદને નજરે લઈ મળતી માહિતી અનુસાર ભચાઉ હાઈવે રોડ પર હોટલ સામે આ બનાવ બન્યો હતો.
જેમાં બાઈક નં. 7204 પર આવેલા 3 જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ફરિયાદીના હાથ માંથી રૂ. 21 હજારના કિંમતનો વિવો કંપનીનો વાય 75 મોબાઈલ તેમજ બાઈકની ચાવી ઝૂંટવીને નાસી ગયા હતા. જે બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.