પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના માનકુવા પોલીસ સ્ટેશન ખાતે દશેરાના પાવન પર્વે પરંપરાગત શસ્ત્રપૂજન યોજાયું

ભુજ તાલુકાના માનકુવા ખાતે વિજયાદશમીના પાવન અવસરે માનકુવા પોલીસ સ્ટેશનમાં પરંપરાગત રીતે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માનકુવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. હેરમા સાહેબ, પી.એસ.આઈ. શ્રી એ.એન. ધાસુરા સાહેબ, શ્રી એન.ડી. જાડેજા સાહેબ તેમજ સ્ટાફના પોલીસ કર્મીઓએ વિધિપૂર્વક શસ્ત્રપૂજન કરી ફરજ, શૌર્ય, શિસ્ત અને જનસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃ દોહરાવી હતી.
દશેરા પર્વે શસ્ત્રપૂજનની પરંપરા નિભાવતા પોલીસકર્મીઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોની સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના સંકલ્પ સાથે પર્વની ઉજવણી કરી હતી.