માંડવીમાં આરોપીને  ઢોર માર મારવા સબબ PI અને કોસ્ટેબલ સામે ફોજદારી ગુનો દાખલ કરાયો

માંડવી પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર પીઆઇનો હવાલો સંભાળતા અઘિકારી દ્વારા રીઢા આરોપીને માર મારવામાં આવ્યો હોવાનું સાબિત થતા પીઆઇ અને કોન્સ્ટેબલ સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંડવી અધિક જ્યુ મેજી. ફસ્ટ ક્લાસ જજ દ્વારા હૂકમ કરતા પોલીસ બેડામાં હલચલ મચી ગઈ.

ઘટનાની માહિતી મુજબ અન્ય ગુનામાં ફરાર આરોપી વિનોદ અજીતસિંહ ચૂડાસમા માંડવી આવતો હોવાનું જાણવા મળતા પોલીસની ટીમે નજર રાખી નદીના નાકા પાસે પોલીસ પોતાની ગાડી વચ્ચે મૂકીને સામે આવતા આરોપીની ગાડી રોકવાનો સંકેત આપ્યો હતો પણ ગાડી રોકવાને બદલે પુર ઝડપથી પોલીસની ગાડી પર આરોપીએ પોતાની ગાડી ચડાવી રસ્તા પર ઉભેલા પોલીસ કર્મીઓ પણ ગાડી ચડાવવાના પ્રયત્ન કર્યા હતા, આરોપીને પોલીસે 11 નંગ અંગ્રેજી દારૂની બોટલ સાથે પકડી પાડ્યો હતો.

જે-તે સમયે આરોપી વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમો અનુસાર ગુનો દર્જવામાં આવ્યો હતો. પોલીસ મથકમાં પકડાયેલા આરોપીના કપડા કાઢી  ઈન ચાર્જ પીઆઇ આર સી ગોહીલ અને પો. કો.ભાર્ગવ ચોધરી અન્ય ચાર લોકો દ્વારા ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સાથે આરોપી વિનોદ ચૂડાસમાને કોર્ટેમાં રજૂ કરાતા જજ સામે પોતાને પોલીસ માર માર્યો હોવાની વાત કરતા જજે હોસ્પિટલ લઈ જવા કહ્યું. એમ.એલ.સી.માં માર મારવામાં આવ્યો હોવાનું સામે આવતા માંડવી કોર્ટે સેશન્સ કોર્ટે નો અભિપ્રાય લઈને જ્યુ મેજી. ફસ્ટ ક્લાસના જજ દ્વારા ઈનચાર્જ પીઆઇ આર.સી. ગોહીલ અને પો કો ભાર્ગવ ચોધરી સામે ફોજદારી ગુનો કોર્ટેમાં દાખલ કરવામાં આવ્યો.