નેત્રા-રસલિયા સમ્પના 25 ગામોમાં, બે દિવસથી પાણી વિતરણ ઠપ્પ


વીજ ફોલ્ટના કારણે નખત્રાણા તાલુકાના નેત્રા અને રસલિયા સમ્પ હેઠળ આવતા નખત્રાણા અને અબડાસા તાલુકાના 25 ગામોમાં બે દિવસથી પાણી વિતરણ બંધ. નખત્રાણા તાલુકાના નેત્રા અને રસલિયા સમ્પ વીજ ફોલ્ટના કારણે પાણી વિતરણ વ્યવસ્થા બે દિવસથી સદંતર બંધ થઈ ગયું છે. વીજ ફોલ્ટના કારણે બંને સમ્પ કાર્યરત થઇ શક્યા ન હતા. બે દિવસથી પીજીવીસીએલની ટીમ ફોલ્ટ શોધવા માટે ઊભા પગે છે તેમ છતાં પણ ફોલ્ટ ન મળતાં બે દિવસથી અબડાસા અને નખત્રાણા તાલુકાના 25 જેટલા ગામો પાણી વિહોણા છે.
રસલિયા અને નેત્રા સમ્પમાંથી અબડાસા તાલુકાના નરાનગર, લાખણિયા, કરૈયા, તેરા, બાલાપર (બુડધ્રો), પાટ, જતવાંઢ, ખાનાય, નખત્રાણા તાલુકાના વમોટી, ઉખેડા સહિત બંને તાલુકાના 25 જેટલા ગામોમાં પાણી વિતરણ થાય છે, પરંતુ વીજ ફોલ્ટનાં કારણે બંને સમ્પ બંધ રહેતાં બે દિવસથી પાણી આવતું નથી. આ અંગે પીજીવીસીએલના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા. ઉખેડા સરપંચ તુષાર ગોસ્વામીએ કહ્યું હતું કે, બે દિવસથી પાણી આવતું નથી. જર્જરીત થયેલા વીજ વાયરો બદલવા અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ કોઇ કામગીરી કરાતી નથી.