આધોઇના પ્રૌઢે એક મહિલા અને છકડા ચાલકના ત્રાસથી કંટાડી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

011

ભચાઉ તાલુકાના આધોઇ ગામની સીમમાં ગાડા માર્ગ પર લીમડાના ઝાડ પર રસ્સી બાંધી 49 વર્ષીય પ્રૌઢે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેવાની  ઘટના સામખિયાળી પોલીસ મથકે નોંધવવામાં આવી છે. સામખિયાળી પોલીસ મથકેથી મૃતદેહ લઇ આવનાર બાબુભાઇ અરજણભાઇ વાઘેલાએ લાકડીયા સીએચસીના તબીબને આપેલ માહિતી અનુસાર, આધોઇના સેક્ટર-4 શાહુનગરમાં રહેતા 49 વર્ષીય ખેંગારભાઇ વીશાભાઇ વાઘેલાએ આધોઇ સીમમાં કાળી તળાવડી ખેતરમાં જતા ગાડા માર્ગ પર લીમડાના ઝાડમાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.

જેને લાકડિયા સીએચસીમાં લઇ જવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે આ હકિકત સામખિયાળી પોલીસ સમક્ષ રજૂ કરી હતી. પીએસઆઇ એન.કે.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે. આધારભુત સૂત્રોમા઼થી મળેતી માહિતી અનુસાર, મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમાં ભચાઉના કોઇ ગઢવી મહિલા અને મારાજ છકડા ચાલક દ્વારા તેમને બદનામ કરવાની ધમકી આપી  અને પૈસાની વારંવાર માગણી કરી ત્રાસ આપતા હોવાનું અને એ જ કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યુ હતું. આ બાબતે પીએસઆઇ ચૌધરીને પૂછતાં તેમણે હાલ પરિવાર વિધીમાં રોકાયેલો હોઇ, વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.