ભુજ થી ભારાપર જતાં પુલિયાની કામગીરી તે જ સ્થિતિ માં અટકી ગયેલ જોવા મળી.
આપણે ખાસ વાત કરીએ તો ભુજ થી ભારાપર જતાં રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી અહી પુલિયો બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ આજ દિન સુધી આ પુલિયો તૈયાર નથી થયો.અગાઉ અમારી ટીમ દ્વારા આ પુલિયાની વારંવાર મુલાકાત લીધેલી છે. અને સમાચારો પણ પ્રસારિત કરેલ છે.
પરંતુ આજ દિન સુધી આ પુલિયાની કોઈ લાગતાં વળગતા અધિકારીઓએ મુલાકાત લીધેલ નથી. શું આ બાબતે કોઈ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. ખરેખર શું આ કામ RMD વિભાગની રહેમનજર હેઠળ આ ચાલી રહ્યો છે. અને આ પુલિયા પાસે કોઈ જવાબદાર વ્યક્તિ કે કોન્ટ્રાકટર હજાર જોવા નથી મલતા. આ પુલિયાનું કામ કયારે પૂરું થસે તેવા પ્રશ્નો પ્રજા દ્વારા અનેક વાર ઉઠાવવામાં આવ્યા છે.
તેમ છતાં અહી ‘જેસે થે’ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. લોકોને આ રસ્તા પર વાહન ચલાવતા પણ ખૂબ તકલીફો થાય છે અને કેટલીક વાર અકસ્માતો પણ સર્જાય છે. આ બાબતે ઉપર લેવલની ટીમ આવી અને તપાસ હાથ ધરે તો આ કામની અંદર થી ગણું ભ્રષ્ટાચાર સામે આવે શકે છે ત્યારે આની ખાસ તપાસ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે.

