ભુજ તાલુકાનાં કેરામાં વિકાસ થયો ગાંડો,પ્લોટમાં લોકોએ કરેલા રોકાણ નું થયું ધોવાણ,શું લોકોના ડૂબેલા નાણા મળશે કે શું ?

ભુજ તાલુકાનાં કેરામાં વિકાસ થયો ગાંડો,પ્લોટમાં લોકોએ કરેલા રોકાણ નું થયું ધોવાણ,શું લોકોના ડૂબેલા નાણા મળશે કે શું ?

ભુજ તાલુકાનાં કેરા ગામની ભારે કીમતી જમીન કેરાના ભૂમાફિયાને અને કેરા ગામના પૂર્વ સરપંચ દ્વારા સર્વે નંબર ૩૭૨ જે કેરના જડેશ્વર મંદિર સામે ગજોડ રોડ પર આવેલ જમીન જેના ખોટા દસ્તાવેજો બનાવી પોતાના નામે કરી બિન ખેતીમાં ફેરવી પ્લોટ પાડી  તેની વેચાણ કરીને કેરા ગામના લોકો સાથે ઠગાઇ કરેલ છે. જેમા  આજે કચ્છ કલેક્ટર દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે. અને ફરી આ જમીનને શ્રી સરકારમાં ફેરવવાનો હુકમ કરેલ  છે. તો પછી હવે કેરા ગામના લોકોનું શું ? તો શું કેરા ગામ વિકાસના પંથે છે ? કે પછી વિકાસ ગાંડો થઈ ગયો છે તો શું પૂર્વ સરપંચ પર ફોજદારી થસે ? શું લોકોના ડૂબેલા નાણા મળશે પાછા ?  કે પછી ભાજપના મોટા માથાઓ વડે અનેક પ્રકરણો ની જેમ આને પણ ડાબી દેવામાં આવશે. જો આવું થાય તો વિકાસ ક્યારે ડાયો થશે. આ બાબતે લગતા વળગતા અધિકારીઓ પર શું લેવાશે પગલાં  ?  તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે.

વધુ સમાચારો માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *