ભુજ મામલતદાર ઓફિસમાં થઈ રહ્યા છે લાગવગીયાઓ ના કામ,નાના માણસોને કામો માટે દરોજ ખાવા પડે છે ધકાઓ,ભુજ મામલતદાર ઓફિસમાં જોવા મળ્યા ગંદકીના ગંજ સફાઈના નામે મીંડું ખુદ કર્મચારીઓની ચેમ્બર માં જોવા મળ્યો સફાઈનો અભાવ.

આજે અમારી કચ્છ કેરની ટીમે ભુજ શહેરમાં આવેલ મામલતદાર ઓફિસની મુલાકાત લીધી ત્યારે આ ઓફિસની અંદર કોઈ જવાબદાર અધિકારી હાજર જોવા મળ્યા ન હતા. જયારે બીજી બાજુ આ ઓફિસની અંદર કયાય સફાઈ જોવા મળતી નથી. આમ તો સફાઈ અભિયાનના નામે લાખો કરોડોની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ અહી સરકારી કચેરીઓમાં જ સફાઈ જોવા મળતી નથી, શું ફકત પબ્લિસિટી માટે જ લાખો કરોડો રૂપિયાની જાહેરાત કરી અને જનતાના રૂપિયાનું ધુમાડો કરવામાં આવે છે. અહી કેટલીક જગ્યાએ કિમતી દસ્તાવેજો ખુલ્લેઆમ જોવા મળ્યા હતા અને કચરાના ઢગલા જેમ રાખવામા આવેલ હતા જયારે અહીના કર્મચારીઓ દ્વારા એ જણાવામાં આવ્યું હતું કે મીડિયા અમારું શું બગાડી લેશે. જો સરકારી હોદો ધરાવતા કર્મચારીઓ જ આવી ભાષાનો ઉપયોગ કરે તો સરકાર શ્રી પાસે થી આમ જનતા શું આશા રાખી શકે. શું આ અધિકારીઓને સંવિધાનનું કોઈ જ દર નથી ? શું સંવિધાન ને ફક્ત મજાક બનાવી દેવામાં આવ્યો ? તેવી લોક મુખે ચર્ચા. તો શું ત્યાના કર્મચારીઓ ને તેમની શું ફરજ છે તેની ખબર નથી ? જો આપણાં દેશની સરકારી કચેરીઓ અને તેની અંદર કામ કરતાં આવા ગેર જીમેદાર કર્મચારીઓ હોય તો અનુમાન લગાવી શકાય છે. આપણાં દેશનો કેવો વિકાસ થયી રહ્યો છે આપણો દેશ કયા પંથે ચાલી રહ્યો છે. કર્મચારીઓની આવી ઢીલી કામગીરીનો ભોગ આખરે જનતા જ બને છે કારણ કે તેમને વારંવાર ધક્કા ખવડાવમાં આવે છે અને સર્વર ડાઉન છે તેમ કહી જનતાનું ખોટી રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. આના પરથી એવું લાગી રહ્યું છે આ કચેરીની અંદર મોટાપાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. તો આ બાબતે ઉપર લેવલે તપાસ થાય તો ઘણા ઘસ્ફોટ થઈ શકે છે. તેવી લોક મુખે ચર્ચા.