હવે ડ્રગ્સ પણ મેડ ઇન ગુજરાત :- ગુજરાત હવે ડ્રગ્સનો સિલ્કરૂટ જ નહીં, પણ મેન્યુફેક્ચરિંગ હબ પણ બન્યું

copy image

એક વર્ષ પહેલા મુંદ્રા બંદરેથી 21 હજાર કરોડનું 30 હજાર કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. વિશ્વ સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો સિલ્કરૂટ બની ગયો હતો. તેમજ એક જ વર્ષમાં 25000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને 200 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ પહેલા પણ રાજ્યમાં અનેકવાર ડ્રગ્સની ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. જો કે ગુજરાત હવે ડ્રગ્સનો સિલ્કરૂટ જ નહીં, પણ મેન્યુફેક્ચરિંગ હબ બની ચૂક્યું છે.

રાજ્યમાં ત્રણ દિવસમાં જ 803 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાંથી અડધો ટન ડ્રગ્સ તો મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલ પકડી ગઈ છે. અન્ય રાજ્યોની એજન્સીઓ આવીને ડ્રગ્સ પકડી જાય છે, પણ આપણી ઉંઘતી પોલીસને ડ્રગ્સની ધમધમતી ફેક્ટરીઓ દેખાતી નથી કે શું? આમ ગુજરાત પોલીસના નાક નીચે જ ગુજરાતમાં ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે.