કડિયા ધ્રોમાં ખનીજ ચોરીની ફરિયાદ અંગે મનદુખ રાખી યુવાન પર હુમલો કરાયો

નખત્રાણા તાલુકાના કાડીયાધ્રો-અકાદના ગામની સીમામાં ખનીજ ચોરી કરતાં સખ્શોને તંત્રની ટીમ સાથે રંગે હાથે પકડાવાનું મનદુ:ખ રાખી યુવાક પર ત્રણ શખ્સો દ્વારા લાકડી વડે હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડતાં આરોપીઓ વિરુદ્ધ નિરોણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા રજાક મામદ થેબા (ઉ.વ.40)એ ભુજ મોટા પીર ચોકડી પાસે રહેતા આરોપી ઇન્દ્રીશ અબ્દુલ સમેજા, સતાર અબ્દુલ્લા સમેજા, અને ઇકબાલ ચાકી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદીના કાકા દ્વારા આરોપી ઇન્દ્રીશના કાકા વિરૂધ ફરિયાદ કરી  તેનું મનદુ:ખ રાખી ત્રણે આરોપીઓએ ફરિયાદી યુવનને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી.

ઘટના અંગે નિરોણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ખનીજ ચોરી અંગે થયેલા હુમલાના બનાવની ગંભીરતા પોલીસ દ્વારા લેવાઈ નહીં આરોપીઓની ધરપકડ ન કરાઇ હોવાનો ઘાયલના કાકાએ આરોપ કર્યો છે. ખનીજ વિભાગની ટીમે ખીનજ ચોરી પકડી પાડી હતી. જેનું આક્રોશ રાખી હુમલો કરવામાં આવ્યું. ત્યારે તંત્રને મદદરૂપ થનારા પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવામાં આવી .