ગુંદાલા ગામમાં ઉંચાઇએથી નીચે પટકાયેલા યુવાકનુ મૃત્યુ


મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે ઉંચાઈથી નીચે પટકાયેલો યુવાકની મોત થવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ હતી. કોસ્ટલ પોલીસ મથકેથી ઘટના જાહેર કરનાર વિમલભાઈ હિતેષભાઇ પટેલ (ઉ.વ.26 રહે વિરમપુર મહેસાણા)ને ધ્યાને લઈ પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉપરોક્ત ઘટના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં દરમ્યાન બની હતી.
જેમાં ગુંદાલામાં આવેલી સનસિટી કંપનીમાં સોલાર પ્લાન્ટનો ફોલ્ટ તપાસવા સ્કાય લાઇટર પર ચડેલો મહેન્દ્રકુમાર હિંમતસિંહ ઠાકોર (રહે તારાપુર )નામનો યુવાક અકસ્માતે નીચે પડતાં તેને માથામાં ગંભીર ઇજા અને પગના ભાગે ફેકચર જેવી ઇજાઓ થતાં મુન્દ્રાની અદાણી હોસ્પિટલ મધ્યે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેનું રસ્તામાં જ મૃત્યુ નીપજયું હતું તેવું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. ઘટનાને પગલે મરીન પોલીસે અકસ્માતનો બનાવ નોંધી પીએસઆઇ ગિરીશ વાણિયાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.