ભુજના વોર્ડ નં 1 ના રહેવાસીઓ ગટર મિશ્રિત પાણી થી પરેશાન


ભુજ શહેરમાં આવેલ વોર્ડ નંબર 1 મા ફરી પાણીની સમસ્યા સર્જાઈ છે. અગાઉ પણ આવી રીતના ગટરનું મિશ્રિત આવતું હતું. વારંવાર આવી રીતના પાણી આવવાથી અહીના રહેવાસીઓ ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તો આ બાબતે નગરપાલિકાને જાણ કરતાં તેઓ દ્વારા જણાવાયુ હતું કે તમને પાણીની નવી લાઇન નાખી દેવામાં આવશે. અહી છેલ્લા કેટલાય સમય થી પાણી સમસ્યા આવી જ રીતના સતાવી રહી છે. વોર્ડ નંબર 1 ની પાણીની સમસ્યા નું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવું ત્યાની મહિલાઓ દ્વારા જણાવામા આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *