કચ્છમાં ફરી સ્વાઇન ફ્લુના વાઈરસ એ માઝા મૂકી

કચ્છમાં ફરી સ્વાઇન ફ્લુના વાઈરસ એ માઝા મૂકી કચ્છમા ફરી સ્વાઈન ફ્લુએ દેખાવ દીધો છે. ત્યારે આજ દિવસ સુધીમાં કુલ સાત કેસ સ્વાઈન ફ્લુના પોજેટીવ આવ્યા છે. ત્યારે અગાઉ એક જણાનું મોત પણ થયેલ છે. તો આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈન ફ્લુ બાબતે સલાહ આપવામાં આવી કે તાવથી સાવધાન રહેવા માટે ના ઉપાયો જણાવ્યા હતા. જેમકે શરદી,તાવ અને ઉધરશ થયા તો તાત્કાલિક ધોરણે ડોક્ટર નો સંપર્ક સાંધવો. અને જયારે ઉધરશ આવે તો મોઢા પર રૂમાલ તથા હાથ આડે રાખી દેવું જેથી આ વાઈરસ હવાના સંપર્ક મા ન આવે અને બીજાને આ રોગની અસર ના થાય.