સુપ્રીમ કોર્ટે આધારને ગણાવ્યું સલામત

હાલમાં જયારે આધાર કાર્ડનો ઉપયોગ ઠેર ઠેર કરવામાં આવે છે જેમકે બેંકમાં,સિમ કાર્ડ લેવા, હોમ લોન તેમજ અન્ય લોન લેવા વગેરે સરકારી પ્રક્રિયામાં આધાર કાર્ડનો ઉપયોગ થાય છે ત્યારે સુપ્રીમ કોર્ટે આધારને સલામત ગણાવતા કહ્યું કે આધાર કાર્ડ અનિવાર્યતા મામલે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચે ફેંસલો સંભળાવ્યો હતો. સૌથી પહેલા જસ્ટિસ એકે સીકરીએ ફેંસલો વાંચ્યો હતો. આ ઉપરાંત ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એમ ખાનવિલકરે પણ ફેંસલો વાંચ્યો હતો. જજે ફેંસલામાં કહ્યું કે , આધાર કાર્ડ આમ આદમીની ઓળખ છે. તેના પર હુમલો બંધારણની વિરુદ્ધમાં છે.