
જાણવા મળતી વિગતો અનુસાર કેરા પાસે આવેલ HJD ઈન્સ્ટિટુયુટમાં તારીખ 27 થી 29 સપ્ટેમ્બર સુધી “ઈમરજીંગ રિસર્ચ ટ્રેન્ડ ઇન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી” વિષય પર નેશનલ કોન્ફરન્સ યોજાશે,જેમાં ચાર અલગ અલગ એન્જિનિયરિંગ અને બીએસસીની શાખાના વિધ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સંશોધન પત્રો રજૂ કરવામાં આવશે.
આ નેશનલ કોન્ફરન્સ રાજયની અલગ અલગ કોલેજો માં યોજાશે જેમકે તોલાણી પોલિટેકનિક આદિપુર,કચ્છ યુનિવર્સિટી ભુજ, મારવાડી ઈન્સ્ટિટુયુટ રાજકોટ,SVNIT સુરત,IIT ગાંધીનગર,LD કોલેજ અમદાવાદ,GS પટેલ કોલેજ વી.વી. નગર,HNGU નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, એમ.જી. સાયન્સ અમદાવાદ માથી આશરે 225 જેટલા વિધ્યાર્થીઓ,રિસર્ચ સ્કૉલર તેમજ અધ્યાપકો ભાગ લેશે.