ભીરંડીયારા પાસે જીપ ઉથલતાં ભુજના મહિલા સહિત 11 લોકો જખમી 

accident

copy image

ભુજ તાલુકાના ભીરંડીયારા પાસે કાચા રસ્તા પર બોલેરો જીપ પલ્ટી ખાઈજતાં ભુજના સરપટ નાકા બહાર સમા ફળિયામાં રહેતા મહિલા સહિત અગ્યાર લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભુજના શાંતિનગર સમા ફળિયામાં રહેતા મજીદ અલાના સમાએ જી.કે.જનરલ હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરાવી  MLC માં નોંધ કરાવી હતી કે, બનાવ ગુરૂવારે સવારે 8:45 વાગ્યાના અરસામાં બન્યો હતો.

જે લોકો ભીરંડીયારાથી ભુજ બોલેરો જીપમાં આવી રહ્યા હતા તે દરમિયાન પાંચેક કિલો મીટરના અંતરે કાચા રસ્તાને કારણે જીપ પલ્ટી ખાઈગઇ હતી. જેમાં શાંતિનગર સમા ફળિયામાં રહેતા રહીમાબેન રાયબ સમા , રહીમાબેન મામદ સમા , અઝીનબેન કમાલ સમા, ઇશાક કમાલ સમા, ઇમતિયાઝ કમાલ સમા, જમીલાબેન રફીક સમા, નઝમાબેન સમા, રાયબ ઇબ્રાહિમ સમા, મોહમદ ઉમર સમા, રોહમતબેન હાસમ સમા, રફીક ઓસમાણ સમાને ઇજા પહોંચી હતી.