વડાપ્રધાન મોદીની ભુજની મુલાકાતને લઇને સીમા પર સુરક્ષા એજન્સીઓ બની સતર્ક

copy image

દેશના વડાપ્રધાન રવિવારે ભુજ આવે છે ત્યારે કચ્છની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઇ છે અને બીએસએફના અએડિશનલ ડીજીએ લખપત સહિત સરહદી વિસ્તારોનું જાતે નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસણી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.28-8, રવિવારના સ્મૃતિ વન સહિતના મહત્વના પ્રોજેક્ટના લોકાર્પણ માટે ભુજ આવે છે ત્યારે કચ્છ સરહદે નાપાક પ્રવૃત્તિને ડામવા માટે સુરક્ષા અજેજન્સીઅઓ વધુ સતર્ક બની ગઈ છે.
રવિવારે વડાપ્રધાન ભુજ આવવાના છે તે પહેલા બીએસએફના એડિશનલ ડીજી પી.વી. રામાશાસ્ત્રી સવારે જિલ્લા મથક ભુજ આવ્યા પછી બપોરે કચ્છના સરહદી લખપત ગયા હતા અને સંવેદનશીલ ગણાતાં પીલર નંબર 1175 ખાતે રાત્રિ રોકાણ કર્યું. તા.25-8, ગુરૂવારના સવારે કોટેશ્વરમાં મહાદેવ મંદિરે દર્શન કરી બીએસએફ કેમ્પમાં સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી. ત્યારબાદ તેઓ લક્કી નાલા ગયા હતા.

સૂત્રોના કહેવા અનુસાર બીએસએફના એડિશનલ ડીજી હવામાન ખરાબ હોવાના કારણે બાય રોડ આવ્યા હતા. વધુમાં વરસાદી માહોલ હોઇ અટપટી ક્રિકમાં ગયા હતા નહિ પરંતુ સ્થાનિકે સંબંધિત અધિકારીઓ દ્વારા તેમને નકશા મારફતે બીએસએફ પેટ્રોલિંગ અને નાલાની પરિસ્થિતિ અંગે જ્ઞાત કરાયા હતા. કચ્છ સરહદનો મોટો ભાગ બીએસએફ હસ્તગત છે અને સરહદે બીએસએફના જવાનો રાત-દિવસ પહેરો ભરી મજબૂત દિવાલ બનીને ઉભા છે બીએસએફના એડિશનલ ડીજીએ સરહદે પહેરો મારતા જવાનોની પીઠ થપથપાવી હતી.