ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશીદારૂની કુલ પેટી નંગ 622 મળી કુલ બોટલ નંગ 12,871 કિંમત રૂપિયા 35,93,660 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય

જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવાના હેતુસર દારૂબંધીની કડક અમલવાની સારૂ અમદાવાદ રેન્જ પોલીસ મહાનિરીશક શ્રી વી.ચંદ્રશેખર સાહેબ નાઓએ જિલ્લા પોલીસવાળા શ્રી અમિત વસાવા સાહેબ ના ઓને આપેલ સૂચના અનન્વયે જિલ્લા પોલીસ વડા મત વડાશ્રીએ ખાસ એક્શન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યા એ નાકાબંધી અને અસરકારક વાહન ચેકિંગ કરી પરિણામ લક્ષી કામગીરી કરવા જિલ્લાના અધિકારીશ્રીઓને ખાસ સુચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી. વાળા એલ.સી.બી. ટીમે પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના પરિણામ સ્વરૂપ પો.કો મહેન્દ્રસિંહ હરિસિંહ એલ.સી.બી અમદાવાદ ગ્રામ્ય નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે વિરમગામ સાણંદ હાઈવે રોડ માધવનગર સાણંદ ટોલ ટેક્સ ખાતે આગળ રોડ ઉપરથી ટાટા કંપનીની ટ્રક નંબર GJ-31-T-0083 માંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભારે જહમતથી ઝડપી પાડેલ
જપ્ત કરવામાં આવેલ કુલ મુદ્દા માલ:
ઉક્ત ટ્રકમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની કુલ પેટી નંગ 622 તથા છૂટી બોટલ નંગ 7 મળી કોઈ બોટલ નંગ 12,871 કિંમત રૂપિયા 35,93,660 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 15,000 તથા રોકડા રૂપિયા 13500 તથા ટાટા કંપનીને ટ્રક નંબર GJ-31-T-0083 ની કિંમત રૂપિયા 5,00,000 મળી કુલ કિંમત રૂપિયા ૪૧ લાખ 22 હજાર 160 ના મુદ્દામાં જપ્ત કરી આગળની તપાસ તજવીજ શરૂમાં છે.
પકડાયેલા આરોપી:
જોગેન્દ્રસિંગ દેશરાજસિંગ જાતે-ચીબ રાજપુત ઉમર 35 રહે-સંતરાયાં ખુર્દ તાલુકો થાના રનવીરસિંગ પુરા જીલ્લો જંબુ 181102 (જમ્મુ કાશ્મીર)
વોન્ટેડ આરોપીઓ:
સ્વામી નાયક લીંબાણી, હાલ રહે-આબુ રોડ રાજસ્થાન મૂળ કર્ણાટક રાજ્ય (દારૂનો જથ્થો ભરેલો ટ્રક આપનાર) વિનોદ ઉર્ફે વીજુ મુરલીધર ઉદવાણી( સિંધી), રહે-વડોદરા (દારૂનો જથ્થો સપ્લાય કરનાર) લાલચંદ ઉર્ફે લાલુ હેમંતદાસ ખાનાણી (સિંધી), રહે વારસિયા, વડોદરા શહેર (વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર) દેવેન્દ્રસિંહ ઉર્ફે બંસી રામકુલસિંહ પરિહાર, રહે અમદાવાદ (દારૂનો જથ્થો ભરેલ ટ્રકને પાયલોટિંગ પૂરું પાડનાર)
કામગીરી કરનારા અધિકારીશ્રી કર્મચારી:
આ કામગીરીમાં એલ.સી.બી પો.ઈન્સ. થ્રી ડી.બી.વાળા તથા પો.સ.ઇ. શ્રી જી.એમ. પાવરા તથા પો.કો મહેન્દ્રસિંહ સોલંકી તથા એ.એસ.આઇ દિલીપસિંહ ગજેન્દ્રસિંહ તથા એ.એસ.આઇ વિજયસિંહ ચંદુભાઈ તથા અજયસિંહ મહિપતસિંહ તથા હે.કો નરેન્દ્રસિંહ ખોડાભાઈ તથા પો.કો ચમનભાઈ ગોવિંદભાઈ નાઓ જોડાયેલ હતા.