સુરતના ઈચ્છાપોરમાં ઘર સામે રહેતા યુવાને ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર ફેંકી, ઇશારા કરી યુવતીનો પીછો કર્યો


સુરતમાં છેડતીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઈચ્છાપોરમાં ઘરની સામે જ રહેતા યુવકે યુવતીને ફોન કરવાના ઈશારા કરી સાથે સાથે મોબાઈલ નંબર લખેલી ચીઠ્ઠી યુવતી તરફ ફેંકી પીછો કર્યો. જેથી યુવતીએ પરિવારને જણાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી. જેથી પોલીસ દ્વારા ગુનાની નોધ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં ઘર નંબર 387માં રહેતા જીગર પટેલે તેના ઘરની સામે રહેતી યુવતીને સાંજે પાંચેક વાગ્યાના અરસામાં તથા તેના બે દિવસ સુધી યુવતીની છેડતી કરી. યુવતી તેના ઘરની ગેલેરીમાં ઉભી હતી ત્યારે જીગર પટેલે યુવતી સામે હસીને ત્યાર પછી તેનો મોબાઈલ નંબર એક કાગળની કાપલીમાં લખી ફેક્યો હતો. તેની સાથે જ ફોન કરવા હાથથી ઈશારો કર્યો.
યુવતીને ઈશારા કરવાની સાથે જ પીછો પણ કર્યો હતો. ત્યારબાદ યુવતીએ છેડતી અંગેની જાણ પરિવારને કરી હતી. જેથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનાની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.