આજરોજ અમારી કચ્છ કેરની ટીમ દ્વારા ભુજમાં સરકારી શિક્ષકો દ્વારા ચલાવાતા ટીયુશન ક્લાસીસ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લેવામાં આવી.

0
tutoring-clipart-tuition-fee

આજરોજ અમારી કચ્છ કેરની ટીમ દ્વારા ભુજમાં સરકારી શિક્ષકો દ્વારા ચલાવાતા ટીયુશન ક્લાસીસ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લેવામાં આવી. ત્યારે કચ્છ જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા જણાવામાં આવ્યું કે સરકારી કે બિન સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ ભજવતા શિક્ષકો સરકારના પરિપત્ર પ્રમાણે ખાનગી કલાસિસ કરાવી શકે નહીં. અને પૂર્ણ તાલીમ ન હોય તેવા શિક્ષકોની જોગવાઈ નથી જેમકે કોઈ શિક્ષક ની નોકરી સરકારી હોય તો એ ખાનગી કલાસિસ ચલાવી શકે નહીં .

જો તે ખાનગી કલાસિસ ચલાવે તો ગેરકાઇદેસર કહેવાય. હાલમાં જ થોડા સમય અગાઉ પણ આવી એક પ્રાઈવેટ ટીયુશન કલાસિસ ચલાવાતા હતા ત્યારે તેમના ઉપર કાઈદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવામાં આવ્યું કે જો આવી કોઈ બાબત હજુ અમારા ધ્યાને આવશે તો તેના પર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *