જનતાને જમવા માટે આપવામાં આવેલા થેપલા ફૂગવાળા હોતા રસ્તામાં ફેંકાયા

30-8-mtr1
copy image

ભુજ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ શાખા નહેર, સ્મૃતિવન સ્મારક સહિતના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા, જેમાં સવારથી બપોર સુધી રોડ શો સહિતના કાર્યક્રમો કરાયા હતા. લોકો

ગામડાઓમાંથી પણ આવવાના હોવાથી, વહીવટી તંત્ર દ્વારા સવારે અને બપોરે ફૂડપેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ, બપોરે થેપલામાં ફૂગ હતી, જેથી લોકોએ રસ્તામાં ફેંકયા હતા. જો કે, વડાપ્રધાનને સાંભળવા ઉમટેલા લોકોએ ફૂડપેકેટની ખામી નજરઅંદાજ કરી હતી એ પણ એક હકીકત છે.

સવારના નાસ્તામાં બૂંદી અને ગાઠિયામાં લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ, બપોરે થેપલાના પેકેટ ફેંકીને અપાયા હતા. પણ થેપલામાં ફૂગ હતી, જેથી લોકોએ રસ્તા ઉપર ફેંકયા હતા. પરંતુ, ધ્યાન ખેંચે એવી બાબત એ હતી કે,  ટિકા ટિપ્પણી કરવાને બદલે એ ભૂલ-ચૂકને નજરઅંદાજ કરી હતી.