લખપતના સરહદી માર્ગો પરના ખાડા BSFના જવાનો દ્વારા પુરવામાં આવ્યા

30-8-mtr3
copy image

ભારે વરસાદના લીધે સરહદી લખપત તાલુકાના ગામડાઓને જોડતા રસ્તાઓ સાવ ધોવાઈ જવાથી ઠેકઠેકાણે ખાડા પડી ગયા. જેના કારણે લોકોને તેમજ સરહદ સુધી પહોંચવામાં જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી BSFના જવાનોએ માર્ગ ઉપર પડેલા મોટા ખાડાઓમાં માટી નાખી ખાડા પૂર્યા.

અગાઉ પ્રશાસનએ અમુક રસ્તા ઉપર ખાડા પૂર્યા હતા પરંતુ વરસાદના કારણે આ ખાડાઓ ફરીથી ધોવાઈ જતા બીએસએફના જવાનોએ મોટા ખાડામાં માટી પુરી હાલ પૂરતી વૈકલ્પિક સગવડ કરી. લક્કી, પીપર, ગુનેરી સહિતના ગામોના રસ્તાઓ ધોવાઈ જવાથી મસમોટા ખાડા જોવા મળે છે ત્યારે જવાનોએ દેશસેવાની સાથે સાથે માનવસેવા કરી બતાવી છે. બીએસએફના વાહનોમાં માટી ભરી મોટા ખાડાઓ પુરવામાં આવતા હાલ થોડીક રાહત જોવા મળી ત્યારે નવા રસ્તા બને એ જરૂરી.