વિસનગર તાલુકાનો ભાન્ડુ રેલવે ઓવરબ્રિજ લોકાપર્ણના સાડા ત્રણ મહિનામાં 2 સ્થળે બેસી ગયો

copy image

વિસનગર તાલુકાના ભાન્ડુ ગામથી વાલમ અને વિસનગર તરફ આવવા માટે બનાવવામાં આવેલ ઓવરબ્રિજનો એક સાઇડના ભાગમાં રોડ બેસી ગયો છે. સાડા ત્રણ મહિના પહેલા રેલ રાજ્યમંત્રીના હસ્તે આ ઓવરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને થોડા જ મહિનામાં એક સાઇડનો રોડ બેસી જતાં કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજના રોડના કામમાં વેઠ ઉતારીહોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે

આ ઓવરબ્રિજનું ગત 13 મે 2022ના રોજ રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ઉદઘાટન કરાયું હતું. જેના થોડા જ મહિના પછી ઓવરબ્રિજ ઉપર પસાર થતા રોડના એક સાઇડના ભાગમાં રોડ બેસી જતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.

​​​સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ઓવરબ્રિજના નીચે જ શાળાએ જવાનો રસ્તો છે, કંઈ મોટું નુકસાન થાય તો નીચેથી પસાર થતાં વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે જોખમી સાબિત થવાની શક્યતા રહે છે. જેથી આ રોડનું સમારકામ જલ્દી કરવું જરૂરી છે. ઉપરાંત, કરોડોના ખર્ચે બનાવેલ આ ઓવરબ્રિજના કામમાં ગેરરીતિ થવાનો આરોપ કરી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી પણ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવે છે.