રોહિકા ચોકડીથી એસ.ઓ.જી અમદાવાદ ગ્રામ્ય શાખાએ શાખાહએ 50 લાખ ઉપરના મુદ્દા માલ સાથે એક ટ્રક તથા બે શખ્સને ઝડપી પાડ્યા

બાવળા બગોદરા રોડ પર આવેલ ગોહીકા ચોકડી પરથી પકડ્યા.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સદંતર ડામવા હાથ ધરાયેલ કામગીરી અનુસંધાને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવતા અમદાવાદ ગ્રામીણ જિલ્લાના એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ સવસેટાએ પોતાના માણસોને સૂચના કરતા સ્ટાફમાં હેડ કોન્સ્ટેબલ અજીતદાન ગઢવી અને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ રાઠોડ ને ખાનગી રાહે બાતમી મળેલ કે ટ્રક નંબર G.J.01.C.Y.5929માં ગેરકાયદેસર ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો વિપુલ જથ્થો ભરી સૌરાષ્ટ્રમાં જવાનો છે જે હકીકતના આધારે બગોદરા ધોળકા રોડ પર આવેલી રોહિકા ચોકડી ખાતે એસ.ઓ.જી ના માણસો સહિત NHરાવસેટા પોતે વોચમાં હતા ત્યારે બાદમેવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડ ની કુલ 861 પેટી દારૂ જપ્ત કરી સાથે ડ્રાઇવર કલેન્ડરને ઝડપી પાડ્યા હતા

પકડાયેલા આરોપી:

 હનુમાનરામ મોબતરામ દરોરા(જાટ) ઉમર 24 રહે પિરૂકતા તાલુકો છેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન  

રામચંદ્ર ક્રિષ્નારામ જાખર(જાટ) ઉંમર 20 વર્ષ રહેવાસી બાદા તાલુકો છેવાડા જીલ્લો બાડમેર રાજસ્થાન

 વોન્ટેડ

સુનિલભાઈ તથા

સુનિલનો ભાઈ રહેવાસી બંને રાજસ્થાન

 પકડાયેલ મુદ્દામાલ:

ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પેટી નંગ 861 કિંમત રૂપિયા 45,62,130 ટ્રક નંબર G.J.01.C.Y.5929 કિમત રૂ 500000 અંગજડતીથી મળેલ રૂપિયા 3450 મોબાઈલ કુલ રૂપિયા5066580 ના મુદ્દામાલ સાથે બે ઈસમને બગોદરા પોલીસ નતે સોપી ગુનો દાખલ કરાવેલ છે.

 રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર