હાલના સાંપ્રત સમયમાં પોતાની સાથે છરી રાખી જાહેરમાં ફરતા બે અસામાજિક તત્વો વિરુદ્ધ જાહેરનામા ભંગના અલગ અલગ બે ગુનાઓ દાખલ કરી આરોપીને પકડી પાડતી ઉત્સાહિત બી ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા શ્રી સૌરભસિંહ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અસામાજિક ગુન્હાહિત પ્રવૃત્તિ ડામવા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા જી.પી.એકટ કલમ 135 ની બે દિવસની ડ્રાઇવ રાખેલ હોઈ જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી.ગોજીયા સા.નાઓના માર્ગદર્શન હેઠળ જી.પી એક્ટ કલમ 135 ની ડ્રાઈવ અનુસંધાને પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો બનાવી અલગ અલગ પોઇન્ટો પર વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ રાખેલ તે દરમિયાન ભુજ સહર બી ડિવી. પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નીચે જણાવ્યા મુજબ ના છરી સાથે રાખી જાહેરમાં ફરતા કુલ બે ઈસમો વિરુદ્ધ હથિયાર બંધીના જાહેરનામાનું ભંગ નો ગુનો દાખલ કરી તેઓને અટક કરી તેઓના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.
કેસ નંબર એક મેન્ટલ હોસ્પિટલ પાસેથી છરી સાથે પકડાયેલ આરોપીઓનું નામ સરનામું:-(૧) સાહીલ અયુબ શેખ ઉ.વ 21 રહે મેન્ટલ હોસ્પિટલ ની બાજુમાં હુસેની ચોક કેમ્પ વિસ્તાર ભુજ કચ્છ
કેસ નંબર 2 આત્મારામ સર્કલ પાસેથી છરી સાથે પકડાયેલ આરોપીઓનું નામ સરનામું:-મજીદ રમજાન મોગલ ઉ.વ 45 રહે જૂની બકાલી કોલોની આત્મારામ સર્કલ પાસે ભુજ કચ્છ