એસ.ટી. બસ ના ચાલકે ભુજોડી પાસે વધુ અકસ્માત સર્જ્યો ભાવનગર ભુજ ઊંટગાડીને 70 ફૂટ ઉલાડી,એક ઘાયલ

copy image

 કુકમા પાસે એસ.ટી. બસ ના અકસ્માત સર્જી દેતા ત્રણ મોત અને 11 વાહનને હડફેટમાં લઈ લેવાના બનાવના અહેવાલની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક અકસ્માત ભુજોડી નજીક એ.સટી. બસના ચાલકે સર્જી દીધો છે હોસ્પિટલ ચોકીમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના વારાડી તાલુકાના કોપડા ગામના રમજાન આમદ પઠાણ ઉ.વ 50 નામના યુવાન પોતાની ઊંટગાડી થી ભુજ આવી રહ્યા હતા ત્યારે પાછળથી એસટી બસના ચાલકે ઊંટગાડીને ઠોકરે ચડાવીને અકસ્માત સર્જી દીધો હતો.

  વહેલી પરોઢના પાંચ વાગ્યે ભાવનગર ભુજ રૂટની બસના ચાલકે અકસ્માત સર્જી દીધો હતો અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે ઊંટગાડી અકસ્માતના પગલે અંદાજે 70 ફૂટ જેટલી ઉલડી હતી.તેવુ બનાવ સ્થળેથી જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત રમઝાનને સારવાર માટે તેના મિત્ર હુસેન મીઠાભાઈ ઘાંચી લઇ આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ઊંટગાડી થી ભુજના જૈન સમાજના કાર્યક્રમમાં આવતા હતા તેવું પોલીસમાં જણાવ્યું છે.