ભુજના હિલગાર્ડન મધ્યે જાહેર આરોગ્ય કર્મચારીઓએ બેઠક યોજી: પગાર વિસંગતતા દૂર કરવાની માંગણી સાથે હડતાળ રાખી ચાલુ


ગુજરાત જાહેર આરોગ્ય કર્મચારી મહાસંઘના ઉપદેશ આજ્ઞા આજ્ઞાઆજ્ઞાઆજ્ઞાઆજ્ઞાઆજ્ઞા અનુસાર છેલ્લા 25 દિવસથી ચાલતી હડતાળમાં કચ્છ જિલ્લાના કર્મચારીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા. અને સરકાર સામે પોતાની માંગણીઓ મંજુર થવા રજૂઆતો કરે છે. આ અંગે આજે ભુજના હિલ ગાર્ડન મધ્યે જિલ્લાના 581 કર્મીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સર્વ સમતી દ્વારા જ્યાં સુધી પોતાની માંગ નહી સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા નક્કી કરાયું.
આ અંગે કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના મુખ્ય કન્વીનર દેવ વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવામાં આવે ઉપરાંત કોરોના કાળ દરમ્યાન કરેલી કામગીરી બદલ કોરોના વોરીયર્સ અનુસાર પગાર ભથ્થું મળે અને વર્ષો જૂની જે માંગ છે તે વિશે નિશ્ચય લઈ ઠરાવ પસાર કરવામાં આવે. આ મુદે અનેક લેખિત મૌખિક રજૂઆતો અને હડતાળ કરવા છતાં પ્રશ્નનો નિરાકરણ સરકાર લાવી નથી શકી. છેલ્લા 25 દિવસથી જાહેત આરોગ્ય વિભાગના કર્મચારીઓ કામકાજથી પરે છે. અને જ્યાં સુધી સરકાર માગ સ્વીકારશે નહિ ત્યાં સુધી હડતાળ પર કાયમ રહેવા આજે સર્વ સમતી દ્વારા નક્કી કરવામાં આવ્યું.