ભરૂચ જિલ્લાના સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેંશન યોજનાને લાગુ કરવાની માંગ સાથે રેલી યોજી

copy image

ગુજરાતમાં હવે ચૂંટણી સમયે વિવિધ આંદોલન અને વિરોધ વંટોળ સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચાના નેજા હેઠળ હજારો સરકારી કર્મચારીઓએ જૂની પેંશન યોજના લાગુ કરવા અંગે, કેન્દ્રની જેમ વય મર્યાદા 60 વર્ષ કરવા, સાતમો પગાર પંચ ભથ્થું, 45 વર્ષ બાદ ખાતાકીય પરીક્ષા નહિ, ફિક્સ પગાર નાબુદી સહિતની 15 માંગણીઓ સાથે મુખ્ય માર્ગો પર બેનરો, સુત્રોચ્ચારો સાથે રેલી સ્વરૂપે પ્રદર્શન કર્યું હતું.

રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓની વિશાળ રેલી કલેકટર કચેરી મધ્યે પહોંચી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધતુ આવેદન કલેકટરને પાઠવવામાં આવ્યું. જો માંગણીઓને નહિ સંતોષવામાં આવે તો ફરીથી 11 મીએ મહારેલી અને આવદેન. 17 મી એ માસ સીએલ, 22 મી એ પેન ડાઉન અને અંતે 30 સપ્ટેમ્બરથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું એલાન કરવામાં આવ્યું છે.