મોડસરમાં જુગાર રમતા 7 ખેલી 38 હજાર સાથે પકડાયા

ભુજ તાલુકાના મોડસર ગામની સીમાડામાં જુગાર રમતા 7 ખેલીઓને પોલીસે ઝડપી પાડી તેમના કબજામાંથી રોકડ રૂપિયા 38,300 તેમજ 9 મોબાઇલ કિંમત 36 હજાર અને 7 લાખની કાર, તથા રૂપિયા 50 હજારની બે બાઇક મળીને કુલે 8 લાખ 24 હજાર 300નો મુદામાલ કબજે કરાયો.

મળતી માહિતી અનુસાર પધ્ધર પોલીસે બાતમીના આધારે મોડસર ગામની સીમમાં રાત્રીના બે વાગ્યે છાપો માર્યો. ગંજીપાના વળે હારજીતનો જુગાર રમતા વિશ્રામ રવા ગાગલ (આહિર) (ઉ.વ.44), ભુરા રવા ગાગલ (આહીર) (ઉ.વ.51), શંભુ ધના ગાગલ (આહીર) (ઉ.વ.34), ગોપાલ રૂપા ગાગલ (આહીર) (ઉ.વ.60), રૂપા રવા ગાગલ (આહિર) (ઉ.વ.49), વિક્રમ ભુરા ગાગલ (આહિર) (ઉ.વ.29), ભગુ ભાણા ગાગલ (આહિર) (ઉ.વ.45) રહે તમામ મોડસરને પધ્ધર પોલીસે રોકડા રૂપિયા 38,300 તથા 9 મોબાઇલ કિંમત 36 હજાર, રૂપિયા 7 લાખની કાર, અને 50 હજારની બે મોટર સાયકલ મળીને કુલ રૂપિયા 8,24,300ના મુદમાલ સાથે પકડી પાડ્યા હતા. તમામ વિરુદ્ધ જુગારઘારાની કલમ મુજબ ગુનો દર્જ કર્યો હતો.

આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. વી.બી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વી. જાડેજા , દિવ્યરાજસિંહ આર.જાડેજા , ક્રિપાલસિંહ જે. ઝાલા, મયુરસિંહ જી. રાણા ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ પરમાર તથા સંજયભાઇ આર. રબારી જોડાયા હતા.