‘રાસ ગરબામાં કેમ આવ્યા’ એવું કહીને તલવાર ઝીંકી યુવકની હત્યાનો પ્રયત્ન

ગાંધીધામના હાઉસિંગ બોર્ડ મધ્યે ઉજવાતા ગણેશ મહોત્સવમાં રાસ ગરબા જોવા ગયેલા યુવકને તું રાસ ગરબામાં કેમ આવ્યો કહી જાતિ અપમાનિત કરી લોખંડનો પાઇપ ફટકાર્યા પછી અન્ય યુવકને ચાર જણાએ તલવાર મારી,  માર મારી હત્યાનો પ્રયત્ન કરાયો હોવાનો બનાવ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાત નોંધાઈ છે.

હાઉસિંગ બોર્ડ ઝૂંપડપટ્ટીમાં ચીરઇ સોલ્ટ પાછળ વોર્ડ-13 માં રહેતા 20 વર્ષીય મહેશભાઇ ફકીરાભાઇ સોલંકી રાત્રે હાઉસિંગ બોર્ડના શંકર ભગવાનના મંદિર નજીક આવેલા ચોકમાં ગણેશ મહોત્સવ નિમિતે યોજાયેલા રાસ ગરબાનો કાર્યક્રમ જોવા જતા હતા ત્યારે તેઓ દિલિપસિંહ ઝાલા વકીલના ઘર પાસે પહોંચ્યા ત્યારે મંદિર પાસે ઝઘડો થતો હતો.  અને તેમની બાજુમાં રહેતો દિલિપ ભચુભાઇ પરમાર માથામાં લોહી નિકડતા હાલમાં આ લોકો મને મારવા આવી રહ્યા છે કહી ભાગ્યો હતો.

એ દરમિયાન જ પ્રયાદિપસિંહ દિલીપસિંહ ઝાલા, લાલા દિલીપસિંહ ઝાલા, જયદિપ રાજુ ઝાલા અને પ્રયાદિપસિંહ ઝાલાના માતા જેમનું નામ તેઓ જાણતા  નથી તે બધા તેમની પાસે આવ્યા અને કંઇ પણ કહ્યા વગર ધક બુશટનો માર મારવા લાગ્યા હતા. તે વેળાએ પ્રયાદિપસિંહ ઘરમાંથી તલવાર લઇ તેમને ઘા મારતાં તેમણે હાથ આડો દેતાં કાંડામાં ગંભીર ઇજા થઈ હતી.

આ તકરામાં  ટોળું એકઠું થઇ ગયું હતું અને થોડીવારમાં તેમના પિતા, કાકા કાંતિભાઇ, કાકી શાંતિબેન, મોટાભાઇ ગણપતભાઇ અને માસિયાઇ ભાઇ હસમુખ હરીભાઇ મકવાણા ત્યાં આવી ગયા. ઇજાગ્રસ્ત મહેશભાઇને પ્રથમ રામબાગ હોસ્પિટલ સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડયા હતા. તેમણે ચાર લોકો વિરુદ્ધ હત્યાના પ્રયત્ન અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દર્જ કરાવ્યો હતો.  આ અંગેની તપાસ અંજાર વીભાગના ડીવાયએસપી મુકેશ પી. ચૌધરી કરી રહ્યા છે.