ભુજમાં કારમાં લઈ જવાતો રૂ. 37 હજારનો દારૂ પકડી પડાયો.

શહેરની ભાગોળે સુરલભિટ્ટ વિસ્તારમાં મારૂતિ અલ્ટો કારમાં લઈ જવતો રૂ|. 37,100ની કિમંતનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ પકડી પાડ્યો હતો.  કારચાલક નાસી ગયો હતો. જ્યારે ડિલિવરી લેનારો પકડી પડાયો હતો. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસને બાતમી મળતા જી.જે.12. સી.પી. 7130 નંબરની અલ્ટો કારને ઊભી રાખીને તેની તલાશી લેતાં તેમાંથી આ કિસ્સામાં દારૂની 106 બોટલ મળી હતી. કારચાલક નાસી ગયો જ્યારે માલની ડિલિવરી લેનારા ભુજના સંજયનગરીમાં રહેતા રમજુ હારૂન ધોસાને પકડી પડાયો હતો. પોલીસ સાધનોએ વધુ વિગતો આપતાં જણાવેલ કે, બંને આરોપી સામે ગુનો દાખલ કરાયો છે. કેસની વધુ વિગતો આરોપી પકડમાં આવતા બહાર આવવાની સંભાવના પોલીસે દર્શાવી હતી. પોલીસ ઈન્સ્પેકટર વી.કે. ખાંટની હાજરીમાં હેડ કોન્સ્ટેબલ પંકજ કુશવાહાની બાતમીના આધરે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *