ભુજ નાં જદુરા ગામે સવારે ગેરકાનુની દેશી હથિયારની મીની ફેકટરીનો એલ.સી.બી.એ કર્યો પર્દાફાશ
ભુજ તાલુકાના જદુરા ગામે એક રહેણાંક બંધ મકાનમાં એલસીબીએ બાતમીના આધારે બુધવારે રાત્રે દરોડો પડાતા દેશી બનાવટની બે બંદુક,એક તમંચો અને કાર્ટીસ તેમજ દેશી હથિયાર બનાવટના સાધનો જપ્ત કર્યા. જો કે રેડ દરમિયાન આરોપી નાશી પામ્યો હતો છટાંપણ પોલીસે ગણતરીના કલાકોમાં જપ્ત કરી હથિયારો બનાવાની મીની ફેકટરીનો પર્દાફાસ કર્ય હતો . પોલીસે જણાવ્યા પ્રમાણે તહેવારો અનુલક્ષી અસમાજિક પ્રવૃતિઓ શોધી કાઢવા પ્રેટ્રોલીંગમાં નિકડ્યા ત્યારે બાતમીના આધારે જદુરા ગામે નવાવાસની ત્રીજી શેરીમાં રહેતાં રહેમતુલ્લા ઓસમાણ થેબાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યું હતું. પોલિશને ધરમાંથી દેશી હથિયારો બનાવવાના સાધનો સહિત રૂ. 3,880નો મુદામાલ મળ્યો હતો. દરોડા સમયે સ્થળ પર હાજર ન મળતા આરોપી રહેનતુલ્લા વિરુદ્ધએલસીબી માનકુવા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.