ચિરઇમાં બાવળની ઝાડીમાં છુપાવેલો 2.79 લાખ નો શરાબ જથ્થો પોલીસ પકડ્યો
ભચાઉ તાલુકાના જુની મોટી ચીરઈ ખાતે બાવળની ઝાડીમાં છુપાવીને રખાયેલ રૂ.2,79,800 ની કિંમતનો ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો તેમજ બિયરનો જથ્થો બોર્ડર રેન્જ આર.આર.સેલની ટીમે પાડેલા દરોડા દરમિયાન મળેલો હતો. પોલીસ તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ભચાઉ પોલીસને સોપી હતી.પોલીસ મહા નિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ ડી.બી. વાધેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.એમ.હડિયની સુચના મુજબ એએસઆઈ પરિક્ષિતસિંહ જાડેજાની ટીમ ને બાતમી મળેલ કે, ચિરઇ ગામનાં આશાપુરા મંદિર પાછળ બાવળોની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. આ બાતમીના આધારે દરોડો પાડતાં ત્યાં સંતાડેલી રૂ.8,400 ની કિંમતની 750 એમએલની ભારતી બનાવટનાં શરાબની 24 બોટલ, રૂ.23,000 ની કિંમતનાં 180 એમએલનાં 230 ક્વાર્ટરિયા અને રૂ.2,48,400 ની કિંમતનાં 500 એમએલના 1,656 નંગ બિયરનાં ટીન મળી કુલ રૂ.2,79,800 ની કિંમતનો ભારતીય બનાવટનાં અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો જો કે, આરોપીઓ હાજર મળેલ ન હતા. આર.આર.સેલે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોધી , આગળની તપાસ ભચાઉ પોલીસને સોપી છે.