1.92 લાખની ચોરાઉ પ્લેટ સાથે 4 લાખની મતા કબ્જે, એલ્યુમિનિયમની પ્લેટો ચોરતા 5 ઇસમો ઝડપાયા

ગાંધીધામમાં લાક્ડાના બેન્સાઓમાંથી એલ્યુમીનીયમની પ્લેટો ચોરી કરતા 5 ઇસમોને પોલીસે ખોડીયાર નગર ઝુપડાથી 3.92 લાખના મુદ્દામલ સાથે ઝડપી પાડ્યા હતા. એ ડિવિઝન પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સ સોર્સ થકી લાકડાના બેન્સઓમાંથી પ્લેટો ચોરી કરતા ઈસમ મુન્નાભાઈ સતાભાઈ ભીલ (ઉ.વ.22), સંજય પોપટભાઈ ભીલ (ઉ.વ.23), સુનીલ મનજીભાઈ ભીલ (ઉ.વ.20), અશોક ગાંડાભાઈ દેવીપુજક (ઉ.વ.27), રામનાથ વીરનાથ નાથબાવા (ઉ.વ.60) ને 1.92 લાખના 48 એલ્યુમીનીયમ પ્લેટો, એક બોલેરો પીકઅપના 2 લાખ મળીને 3.92ની મતે કબ્જે કરાઈ હતી.

બીજી પકડવાના આરોપીઓ નાગજી ઉર્ફે નગો લક્ષ્મણ કોલી, શાંતીલાલ રણછોડ ભીલ, ચડો કોલી, નીકુલ નારણ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓ બેન્સાઓમાંથી પ્લેટો ચોરી કરવાની જુની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ કામગીરી પીઆઈ એ.બી. પટેલની સાથે સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી.