જખૌ બંદર ખાતે માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી યોજાઈ

તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ ૫ણ મતદાર મત આ૫વાથી વંચિત ન રહી જાય તેમાટે વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. અબડાસા તાલુકાનાદરિયાઈ વિસ્તારમાં આવેલા મતદાન મથક જખૌ સોલ્ટમાં સમાવિષ્ટ જખૌ બંદરના તમામમાછીમારોના મતદાર યાદીમાં નામ દાખલ કરી ચૂંટણીકાર્ડ બનાવવા, નામ કમી કરાવવા, સુધારાકરાવવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ નવા સુધારા મુજબ ચૂંટણીકાર્ડને આધારકાર્ડસાથે લીંક કરવાનું રહે છે. જે મુજબ જખૌ બંદર ખાતે રહેતા માછીમારોને ચૂંટણીકાર્ડને આધારકાર્ડસાથે લીંક કરવા બાબતે હાઉસ ટુ હાઉસ માર્ગદર્શન આ૫વામાં આવેલ હતું. જિલ્લા ચૂંટણીઅધિકારી અને કલેકટરશ્રી કચ્છ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, તથા ૦૧-અબડાસાવિધાનસભા મત વિસ્તારના પ્રાંત અધિકારીશ્રી, તથા મામલતદારશ્રી સૂચનાઓ અને માર્ગદર્શનહેઠળ જખૌ બંદર ખાતે નાયબ મામલતદાર-મતદારયાદી, રેવન્યુ તલાટી તેમજ બુથ લેવલઓફીસર દ્વારા સંયુક્ત રીતે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જખૌ બંદર ખાતે રહેતામાછીમારો મતદારયાદીમાં નામ નોંધાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમજિલ્લા તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના બંદર વિસ્તારમાં રહેતા માછીમારોની નોંધણી કરવાની પ્રશંનીય કામગીરી કરવામાં આવી છે.