કેરા ગામે બે યુવકો પર ઘાતક હથિયારો વડે હુમલો કરનાર 1 પકડાયો, જ્યારે 6 ફરાર.

ભુજ તાલુકાના કેરા ગામના 2 યુવકો પર અંગત અદાવતમાં જિવલેણ હુમલો કરનાર 7 શખ્સો પૈકીના  1 આરોપીને પકડવામાં માનકુવા પોલીસે સફળતા પ્રાપ્ત કરી છે. જ્યારે ફરાર થયેલ અન્ય 6 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. થોડા દિવસો અગાઉ કેરા ગામના 2 યુવકો પર કોઈ સામાન્ય બાબતે સાત શખ્સો દ્વારા મારક હથિયારો વડે હુમલો કરી તેમની હત્યા કરવાનો પ્રયત્ન કરયાની ફરિયાદ માનકુવા પોલીસ મથકના ચોપડે નોંધાવાઇ હતી. તપાસ બાબતે શનિવારે મોડી રાત્રે માનકુવા પોલીસે માંડવીના બિદડા દરબારવાસમાં રહેતા મયુરસિંહ ઉર્ફે સાગર હરિસિંહ જાડેજા નામના આરોપીને પકડી પાડી તેના રિમાન્ડ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *