ભુજની આરટીઓની કચેરીમાં બોગસ લાઇસન્સનું દુષણ જારી, અધિકારીઓની જ સંડોવણી હોવાની શંકા.
ભુજની પ્રાદેશીક વાહન વ્યવવાર કચેરીના કૌભાંડ માયાજાળ સર્જાઈ છે. સૌપ્રથમ ડીએમ સીરીઝ ટેક્સ ચોરી, કિલોગર ચીપ પકડાઈ, સિસ્ટમો રીમોટ પર લેવાઈ અને બોગસ હેવી લાઇસન્સ બનતા હોવાની વાત સામે આવી છે. પ્રાગપરના પરપ્રાંતીયના લાઇસન્સની બેકલોગ એન્ટ્રી ભુજમાં થઈ અને ગાંધીનગર ડુપ્લીકેટની પ્રોસેસ છતાં પણ આરટીઓ કોઈ પગલા ભરવાને બદલે આંખ આડા કાન કરેલ હોય જેથી આવા તત્વો ફાવી ગયા હોય તેવું સ્પસ્ટ ચિત્ર નજરે પડી રહ્યું છે. ચીપ પકડાઈ ત્યારે પ્રતિનિધી મંડળ ચીપ લગાવનારની નામાવલી આપેલ પરંતુ આરટીઓએ પગલા ભર્યા ન હતા. બોગસ હેવી લાઇસન્સમાં ખાનગી કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓની મીલીભગત હોય તેવું જાણવા મળી રહ્યું છે. પ્રાગપર ગામના એક પરપ્રાંતીયનું ભુજની કચેરીએ બેકલોગ એન્ટ્રી કરાવાઈ છે. જે લાઇસન્સની પ્રિન્ટ ગાંધીનગર આરટીઓમાં કઢાવાઇ છે ત્યાં ડુપ્લીકેટની પ્રોસેસ કરી પ્રિન્ટ કઢાઈ છે.લાઇસન્સ નંબરોનો ભુજની કચેરીએ તમામ રેકર્ડ ઉપલબ્ધ છે. કારણો જોતાં એમ કહી શકાય કે આ લાઇસન્સ બોગસ બનાવેલ છે.જે અંગે સતાવાર કોઈ વિગત મળેલ નથી.