ખંભાળિયામાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને લીધી અડફેટે, બાઈક સવારનું મોત


ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામમાં રહેતા કમલેશભાઈ જેઠવા નામના યુવક ગત સાંજે આશરે 7:30 વાગ્યે પોતાના મોટરસાયકલ નંબર જી.જે. 10 એ.એન. 6296 પર બેસીને જતાં હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપથી અને બેફિકરથી આવી રહેલા એક અજાણ્યા કારના ચાલકે કમલેશભાઈના મોટરસાયકલ સાથે અથડાતાં કસ્માત સર્જ્યો હતો. જેના લીધે તેઓ બાઈક સાથે રોડની એક તરફ ફંગોળાયા હતા.
આ અકસ્માતમાં કમલેશભાઈને છાતીના ભાગે તથા પાસળીના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી આરોપી વાહન ચાલક ભાગી ગયો હતો. આ અકસ્માત વિશે ઇમરજન્સી 108 તથા પોલીસ સ્ટાફને જાણ કરતા આ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.
આ ઘટના અંગે મૃતકના પત્ની ઇન્દુબેન કમલેશભાઈ જેઠવાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(એ) તથા એમ.વી. એક્ટની કલમ અનુસાર ગુનો દર્જ કરી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. એ.બી. ગોઢાણિયા દ્વારા હાથ ધરવામાં આવી.