સમગ્ર કચ્છમાં નવરાત્રિની હર્ષ ઉલ્લાસ ભેર કરવામાં આવી રહી છે ઉજવણી

હાલમાં જયારે નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે તેવામાં સમગ્ર કચ્છમાં ખેલૈયાઓ નવરાત્રી માં ધૂમ મચાવી રહ્યા છે અને સમગ્ર કચ્છમાં વિવિધ શહેર તથા ગામોમાં નવરાત્રી મહોત્સવ ની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેમકે ખાસ કરીને ભુજની અંદર આપણે વાત કરીએ તો ડ્રીમ્સ મેગા નવરાત્રી,હિલ ગાર્ડન માં થતી રોટરી નવરાત્રી તેમજ ભુજના વિવિધ વિસ્તારોમાં થતી નવરાત્રી એ રંગ જમાવ્યો છે. તેમજ ભુજ તાલુકાનાં કેરા ગામમાં પણ નવરાત્રી ની હર્ષઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ નવરાત્રીઓ માં વિવિધ વેશભૂષા પહેરી નવરાત્રીની કરવામાં આવી રહી છે ઉજવણી તેમજ બાળકો,મહિલાઓ અને યુવાનો કોંમ્પીડિશનમાં ભાગ લઈ વિવિધ રીતે નવરાત્રીની કરી રહ્યા છે ઉજવણી.