હાલે કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે .ત્યારે ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના લખાબો ગામે ઘાસડેપો શરૂ કરવા બાબતે કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી
હાલે કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે .ત્યારે ઉડઈ જૂથ ગ્રામ પંચાયતના લખાબો ગામે ઘાસડેપો શરૂ કરવા બાબતે કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી. જેમાં જાણવામાં આવ્યું કે ઘાસના અભાવે પશુ રોજ મરણ પામે છે. અને પશુપાલકો પોતાના પશુઓને લઈ હિજરત કરી રહ્યા છે.
તંત્રની નબળી કામગીરી અને વ્યવસ્થિત આયોજન ન હોવાના કારણે ગરીબ માલધારીઓને લાખોનો નુકશાન થાય છે. તો ઉડઈ ગ્રામ પંચાયત ને અલગ ઘાસની ફાળવણી કરી ડેપો મંજૂર કરવામાં આવે. તેવી માંગ કરવામાં આવી હતી. જો બે દિવસમાં ઘાસ ડેપો મંજૂર કરવામાં નહીં આવે તો 15/10/2018 થી ગામ લોકો ધરણા કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી.