ગાંધીધામમાં સપનાનગરના એક મકાન આગળ પાર્ક કરેલી કારમાંથી પકડાયો વિદેશી દારૂ


ગાંધીધામ શહેરના સપનાનગરમાં એક રહેણાંક મકાનમાં રેડ પાડી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સહિત કુલ રૂપિયા 1 લાખ 11 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના સપનાનગરમાં મકાન આગળ પડેલી અલ્ટો કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતાં બી-ડીવીઝન પોલીસે ટીમે રેડ નાખી મકાન આગળ પાર્ક કરેલી અલ્ટો કારમાંથી જુદી-જુદી બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. બાદમાં પોલીસે મકાનમાં તપાસ કરતાં ત્યાંથી પણ દારૂ મળ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 31,610ની કિંમતની 77 દારૂની બોટલો, અલ્ટો કાર સહિત કુલ રૂપિયા 1,11,610નો મુદામાલ કબ્જે કર્યો હતો. હાથમાં ન આવેલા આરોપી ઈન્દ્રગીરી કિશોરગીરી ગોસ્વામી વિરુદ્ધ પ્રોહિબેશન એક્ટ અનુસાર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ કામગીરી બી-ડીવીઝન પોલીસ ઈન્સ.એમ.એન.દવે સાથે સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.