ભુજમાં પ્રમુખના સન્માનનું સંદેશો મોકલી બોલાવાયા અને એકત્ર થઈ કરી ટિકા ટિપ્પણી

copy image

સોમવારે શાસક પક્ષના નારાજ નગરસેવકોએ નગરપતિનું સન્માન કરવાનું હોવાટી હાજર રહેવાનો સંદેશો વ્હો્ટસએપ ગ્રુપમાં મોકલ્યો હતો અને બધા એકત્ર થયા એટલે ટિકા ટિપ્પણીઓ શરૂ કરી દેવાઈ હતી, જેમાં ખાસ કરીને કારોબારી સમિતિમાં સફાઈ અને ગટરનો ઠેકો આપવા લેવાયેલા નિર્ણયો સામે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. શાસક પક્ષના નગરસેવકોના ગ્રૂપમાં એવા મતલબનો મેસેજ મૂકવામાં આવ્યો હતો કે, ગટરના કામોનો ઠેકો આપવામાં 25 લાખ રૂપિયા બચાવાયા છે, જેથી પ્રમુખને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. જે પ્રસંગે હાજર રહેવું.

મુખ્ય અધિકારીથી નારાજ શાસક પક્ષના જ કેટલાક નગરસેવકોએ ગાંધીગીરી દ્વારા ટિકા ટિપ્પણી કરી પોતાનો પક્ષ રાખવાનો કાર્યક્રમ ગોઠવ્યો  જેનાથી અજાણ કેટલાક નગરસેવકો નગરપાલિકામાં આવ્યા અને હકીકત જાણી પ્રમુખની ચેમ્બરમાં પ્રવેશ્યા વિના જ પરત જવાનું યોગ્ય માન્યું.

બીજી બાજુ પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરની ચેમ્બરમાં નારાજ થયેલ નગરસેવકોએ મુખ્ય અધિકારી જીગર પટેલ પણ સન્માનના અધિકારી છે એવું કહી એમને પણ બોલાવી લેવાયા હતા. જે બાદ બંનેનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં સફાઈ અને ગટરના કામોમાં થયેલા ખર્ચ ઉપર સવાલોનો મારો ચલાવાયો હતો. કેટલાક શાખા અધિકારીઓની પણ ફરિયાદો કરવામાં આવી હતી. તો, કેટલાક નગરસેવકો સન્માન પાછળના હેતુથી અજાણ હતા, જેથી તેઓ પણ ચર્ચામાં જોડાઈ ગયા હતા. એવી ગૂસપૂસ પણ થઈ હતી.