ભચાઉના લોધેશ્વર નજીક વિજિલન્સ દ્વારા પડાયેલી દારૂની રેડ બાબતે PI સહિત 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ


પૂર્વ કચ્છના ભચાઉ પાસેના લોધેશ્વર વિસ્તારમાંથી પૂર્વ મધ્ય રાત્રીએ સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂની કંટિંગ વેળાએ દરોડો પાડી રૂ. 4.36 લાખના દારૂના જથ્થા સાથે 4 આરોપીને પકડી લેવાયા હતા. ભચાઉના કુખ્યાત બુટલેગર અશોક મામાના દારૂ પર પડેલા વિજિલન્સના દરોડાથી સમગ્ર વાગડ પંથકમાં ભારે ચકચાર મચી હતી. ત્યાર બાદ ભચાઉ પોલીસના જવાબદાર કર્મીઓ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવવવાની વાત આજે સાચી સાબિત થઈ છે. આ અંગે ભચાઉના પીઆઇ કરંગીયા સહિત 6 પોલીસ કર્મચારીને પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર ભગડીયાએ સસ્પેન્ડ કર્યા છે.
આ અંગે પૂર્વ કચ્છ એસપી ભગડીયા જણાવ્યુ કે તેમણે સસ્પેન્ડસન્સ બાબતે સમર્થન આપ્યું અને આ પગલું તાજેતરમાં ભચાઉ પાસે પડેલા વિજિલન્સના દારૂના દરોડા સંદર્ભે લેવાયું હોવાનું કહ્યું.આ દરમ્યાન ભચાઉ દિવાયએસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે લોધેશ્વર વિસ્તારમાં પડેલા દારૂના દરોડા બાબતે જવાબદારીમાં આવતા ભચાઉના પીઆઇ. એસ. એન કરંગીયા, ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ગોહિલ, સુરેશ રામ પીઠીયા, કોન્સ્ટેબલ અરવિંદ સિંહ સતુભા જાડેજા, અશોક પ્રહલાદ ઠાકોર અને અશોક ખીમજી ચૌહાણને સસ્પેન્ડ કરી દેવાયા છે.