અંજારના જુગારધામમાંથી 16 ખેલીઓ રૂા.1.06 લાખની રોકડ સાથે પકડાયા

copy image\

અંજારની સરકારી હોસ્પિટલ પાછળની જ ઓરડીમા ચાલી રહેલા જુગારધામ ઉપર સ્થાનિક પોલીસે ત્રાટકી 16 જુગારીઓને રૂ.1.06 લાખની રોકડ સાથે ઝડપી પાડી 10 બાઇક અને 17 મોબાઇલ સહિત 8.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો. પીઆઇ એસ.ડી.સિસોદિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રી દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અંજાર સરકારી હોસ્પિટલ પાછળ આવેલી ઓરડીમાં જુની કોર્ટ પાછળ વિજયનગરમાં રહેતો હિતેશ પ્રેમજીભાઇ સોરઠીયા પોતાના અંગત ફાયદા માટે બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે.

આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા જુગારધામના સંચાલક હિતેશ પ્રેમજીભાઇ સોરઠીયા, સુનિલ બળવંતરાય બારોટ, હિરેન જયંતિભાઇ પટેલ, હિરેન નરોત્તમભાઇ સોરઠીયા, ભાવેશ શામજીભાઇ સોરઠીયા, ભરત જેરામભાઇ ઠક્કર, વિશાલ જયંતિભાઇ ગુંસાઇ, વિનોદ ધરમશી સોરઠીયા, નરેશ લાલજી મહેશ્વરી, જયંતિગર બાબુગર ગુંસાઇ, જીતેશ રવિભાઇ ટાંક,અશ્વિન નરશીભાઇ હડીયા, વિજય હીરાલાલ સોરઠીયા, ભાવેશ વલમજી સોરઠીયા, જીગર રમણિકભાઇ ઠક્કરઅને ધ્રુવ પ્રવિણભાઇ વ્યાસને રૂ.1,06,000 રોકડ, રૂ.80,500 ની કિંમતના 17 મોબાઇલ અને રૂ.6,25,000 ની કિંમતની 10 બાઇક મળી કુલ રૂ.8,12,200ના મુદ્દામાલ સહિત પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અંજારના વરસામેડી રેલ્વે ફાટક પાસેના મેદાનમાં ધાણી પાસાનો જુગાર રમતા હાસમશા કાસમશા શેખ અને અનવર હસનઅલી કલ્યાણીને પોલીસે રૂ.13,200, રૂ.40 હજારની કિંમતની બાઇક અને રૂ.500 નો મોબાઇલ મળી કુલ રૂ53,700 ના મુદ્દામાલ સહિત ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો.