ભચાઉમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આયાતી કોલસા કર્યા જપ્ત

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભચાઉના કોલસાના વાડા પર દરોડો પાડ્યો જ્યાંથી વિદેશથી મંગાવેલો કોલસા સહિત રૂ. 1.85 કરોડના મુદ્દામાલ સાથે 15 સખશોને પકડી લેવાયા હતા. જયારે 7 મુખ્ય સુત્રધારો હાથમાં આવ્યા નથી.
ઘટના વિશે મળતી વિગતો અનુસાર SMCના પી.એસ.આઈ. એ.ડી. ચાવડા અને તેમની ટીમે નેશનલ હાઇવે નંબર 8(એ) પરના લપસીયા રોફ રોડ પર આવેલા મયુરસિંહના કોલસાના વાળા પર દરોડો પાડ્યો. જ્યાંથી ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા જેવા દેશોથી મંગાવવામાં આવેલો તથા લોકલ કોલસો મળી કુલ રૂ. 66,42,500ના કિમતનો 559 ટન કોલસો મળ્યો હતો. જેથી ટીમ દ્વારા 15 મોબાઈલ અને રોકડ રૂ. 1,81,650 મળી કુલ રૂ. 1,85,65150નો મુદ્દામાલ પકડી લેવાયો હતો.
આ દરોડા દરમ્યાન આરોપીઓ દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા (દેખરેખ રાખનાર), મિહિરભાઈ સંજયભાઈ બરચા (વાડો સાંભળનાર), બસીર કરીમ લંધા (હેલ્પર), જયદીપગીરી ભરતગીરી ગોસ્વામી (મેનેજર), અબ્દુલકાદર દાઉદભાઈ ઘાંચી (હેલ્પર), કૈલાસ પીસુભાઈ (ડ્રાઈવર), લક્ષ્મણસિંહ અર્જુનસિંહ રાવલ (ડ્રાઈવર), બલવિદરસિંગ હજારીસિંગ (ડ્રાઈવર), દિનેશ દેવીસીંગ રાવલ (ડ્રાઈવર), સરદારસિંહ રણજીતસિંહ (ડ્રાઈવર), પ્રેમલાલ કેવલ (ડ્રાઈવર), વિજયસિંહ કેવલ (ડ્રાઈવર), જગદીશભાઈ મોતીલાલ કેવલ (ડ્રાઈવર), પંચાનંદ શ્રીકૃષ્ણ યાદવ ( હિટાચી ડ્રાઈવર) તથા પ્રકાશ રણછોડ સરવૈયાને પકડી પાડ્યા હતા. તો મુખ્ય આરોપી જીતુભાઈ કિશોરભાઈ બરછા, કુલદીપસિંહ સુરુભા ઝાલા, દેવેન્દ્રસિંહ કપીલસિંહ રાણા, મયુરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, મયુદીન ચૌહાણ (મેનેજર), રાઘવ મારાજ (ટ્રેડર્સના માલિક) તથા મયુરસિંહ જાડેજા હાજર ન મળતા કુલ 22 આરોપીઓ વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી.