ડીસા એસટી ડેપોના કર્મચારીઓ પડતર માગણીઓ મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું

image-163
copy image

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી વિભાગ) ના કર્મચારીઓ છેલ્લાં ઘણા સમયથી પડતર માગણીઓ અંગે રજૂઆત અને આદોલન કરે છે ત્યારે રવિવારે ડીસા એસટી ડેપો મધ્યે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રવિવારે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી વિભાગ) દ્વારા રવિવારે રાજયભરમાં ડેપો ઉપર સૂત્રોચ્ચાર કાર્યક્રમ રખાયો હતો.

રવિવારે પાલનપુર એસ ટી વિભાગ સંકલન સમિતિ દ્વારા ડીસા મધ્યે રાજયસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ના નિવાસ સ્થાને આવેદનપત્ર અપાયું હતું. ત્યારબાદ એસટી કર્મચારીઓએ ડીસા બસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.