દાહોદના ગલાલીયાવાડથી બાઈક પર દારૂ લઈ જતા એક સખ્શ ઝડપાયો, અન્ય બે ફરાર


દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામમાં મોટર સાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ પૈકી એકને મોટરસાયકલ સાથે પોલીસે પકડી લીધો હતો. રૂપિયા 40 હજાર 772ના વિદેશી દારૂના જથ્થા સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગત તારીખ 18મી સપ્ટેમ્બર ના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે ગલાલીયાવાડ ગામમાં નાકાબંધી કરી આવતા જતા વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી તે સમયે ત્યાંથી એક મોટરસાયકલ પર સવાર પોલીસને જોઈને ત્રણેય ભાગવા લાગ્યા હતા.
પોલીસને જોઈ ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ગોપાલભાઈ અશોકકુમાર સાંસી (રહે. ગાલીયાવાડ) ને પોલીસે પકડી લીધો હતો .જ્યારે સતીશકુમાર પ્રકાશભાઈ સિસોદિયા (રહે. દેલસર) અને રામુભાઈ ભમરભાઈ સિસોદિયા (રહે. ગલાલીયાવાડ) પોલીસને ચકમો આપી ભાગી જવામાં સફળ રહ્યા હતા.
પોલીસે પકડેલા મોટરસાયકલ ના ચાલક પાસેથી 40 હજાર 772ના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે અટક કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણેય સખ્શો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.