લાઠીમાંથી 4 પરપ્રાંતિય ઈસમ 6 શંકાસ્પદ મોબાઇલ સાથે પકડાયા


લાઠીમાં ગઈકાલે ભવાની સર્કલ પાસેથી પોલીસે ચાર પરપ્રાંતીય ઇસમોને ચોરાઉ મનાતા છ મોબાઇલ સાથે પકડી પાડ્યા હતા. લાઠી પોલીસની સર્વેલન્સ ટીમ અને અન્ય પોલીસ કર્મીઓ ગઈકાલે વોચમાં હતા ત્યારે અહીંના ભવાની સર્કલ પાસેથી ચાર પરપ્રાંતીય ઇસમો શંકાસ્પદ હાલતમાં નીકળતા તેમને અટકાવી તલાસી લેવાઇ હતી.
આ ઇસમો પાસેથી જુદા જુદા છ મોબાઇલ મળ્યા હતા. આ મોબાઈલ તેમણે ક્યાંથી લીધા તે વિશે તેઓ કોઇ સ્પષ્ટતા કરતા ન હોવાટી પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ તરીકે છ મોબાઈલ જપ્ત કરી તમામની અટક કરી હતી .આ મોબાઈલ ચોરાઉ હોવાની શંકાથી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
પોલીસે અહીથી મહુવા તાલુકાના આસરાણા ગામમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના ખેલસિંહ પ્યારસિંહ અનારે, અજીત પ્યારસિંહ અનારે, લાઠીના ઝરખીયા ગામમાં રહેતા સુરપાલ લાલસિંહ અનાવા અને રવાસિંહ લાલસિંહ અનાવા નામના ઇસમોની અટક કરી હતી અને આ મોબાઈલ તેમની પાસે ક્યાંથી આવ્યા તે જાણવા પ્રયત્ન શરૂ કર્યા છે.