ફતેપુરા, લીમડીમાં બેંક અને ઘરફોડ કરનાર સખ્શ ઝબ્બે

copy image

ફતેપુરા અને લીમડીમાં બેંકમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને ફતેપુરા અને લીમડી પોલીસે સાથે કામગીરી કરીને ઇ ગુજકોપનો ઉપયોગ કરી પોકેટ મોબાઇલ ફોન આધારે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો હતો. ચોર પકડાતાં ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

ફતેપુરાના સલરા ગામમાં તા.12 સપ્ટેમ્બરના રોજ રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો બેંક ઓફ બરોડા શાખામાં ચોરી કરવાના ઈરાદાથી આગળના ભાગમાં મેઈન શટલને મારેલ તાળા તોડી અંદર પ્રવેશ કરી બેંકમાં અંદરના ભાગમાં બેંક લોકરના દરવાજાને મારેલુ તાળુ તોડી દરવાજો ખોલી લોકરમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે બેંકનુ સાયરન વાગતા ચોરો નાસી ગયા હતાં.

ઝાલોદ એએસપી વિજયસિંહ ગુર્જર તથા સર્કલ પો.ઇન્સ. એચ.સી.રાઠવાના માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. બેંક પાસેથી મળી આવેલ એક હોન્ડા ડ્રીમ યોગા બાઇક નંબર GJ.20.AE.2679 ઈ ગુજકોપથી સર્ચ કરતાં વાહન માલિકનું સરનામું ચોસાલાનુ હોવાનું જણવામાં આવ્યું હતું.

આ સાથે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના સુથારવાસા ગામમાં પણ ચોરીની ઘટના બની હતી. સીસીટીવીમાં યુવકે કાળા કલરનુ શર્ટ પહેરેલ તેના જેવું ડીઝાઈનવાળુ શર્ટ ગુનાવાળી જગ્યાએથી થોડે દુર કાળા કલરનું ડીઝાઈનવાળુ શર્ટ મળ્યું હતું. બાઇકના માલિકની પુછપરછમાં બાઇક અજયકુમાર રસુલભાઈ ડામોર બે ચાર દિવસથી લઈ ગયેલ હોવાનું જણાવ્યુ હતું. અજયની લીમડી બસ સ્ટેન્ડમાથી અટક કરતાં બંને સ્થળે બેંકમાં ધાપ માર્યાનું કબુલાત કરી હતી.

અજયકુમારે તેના અન્ય સાથીઓ સાથે મળીને આ ઘટનાઓને અંજામ આપ્યો હતો. ટોળકી ભેગી મળી બેંકના મકાનોની દિવસ દરમિયાન રેકી કરતાં અને આસપાસ રહેણાંક મકાન ન હોય તેવી બેંક પસંદ કરતા. દોઢેક મહીના અગાઉ ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામમાં ભારત ફાયનાન્સ ઈન્ફ્યુલીન લીમીટેડની ઓફીસમાથી રાત્રીના સમયે ઘરફોડ ચોરી સાથે 15 દિવસ પૂર્વે લીમડી પાસે બીલવાણી ગામમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ઘરફોડ ચોરી કરવાનો પ્રયત્ન કરવાનું કબૂલ કર્યું હતું.