મીઠાપુરના યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતેની ટાટા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ નાગજીભાઈ વાઘેલા નામના 28 વર્ષના યુવકે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ મૃતકના પિતા નાગજીભાઈ દેવાભાઈ વાઘેલાએ મીઠાપુર પોલીસને કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.